ગુજરાત
News of Sunday, 2nd August 2020

રક્ષાબંધન પર્વ માટે ભાઈ ભત્રીજાની સાથે ભાભી રાખડીની પણ બહેનો દ્વારા ખરીદી

વિરમગામ શહેરમા રાખડી બજારમાં લાગ્યુ કોરોનાનું ગ્રહણ : રાખડીઓનું થયુ ઓછું વેચાણ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : શ્રાવણ માસ એટલે હિન્દુ માટેનો અતિ પવિત્ર માસ અને શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં હિન્દુ તહેવારોની ઉજવણી થતી હોય છે. જેમા રક્ષાબંધન, સાતમ, જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે શ્રાવણ મહિનાના તહેવારોની ઉજવણી ફીક્કી પડી ગઇ છે. 

 રક્ષાબંધનને આડે હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે રાખડીઓના વેપારીઓના મતે રાખડીઓનું વેચાણ ઓછુ થયુ છે. રક્ષાબંધન પર્વ માટે ભાઇ ભત્રીજાની રાખડીની સાથે ભાભી રાખડી પણ બજારમાં વેચાતી જોવા મળી રહી છે. કોરોનાને કારણે વેપારીઓ દ્વારા સોસીયલ ડીસ્ટન્સ સહિતના નિયમોના પાલન સાથે વેચાણ કરવામાં આવી રહ્યુ છે.    વિરમગામ શહેરના વેપારીના જણાવ્યા મુજબ રક્ષાબંધન અગાઉ રાખડીઓનું કાઉન્ટર એક માસ પહેલાથી જ શરૂ થઈ જતું હોય છે. પરંતુ કોરોનાને કારણે લોકો બજારમાં આવતા ડરી રહ્યા છે અને ખાસ કરીને ગામડામાંથી ગ્રાહકો ઓછા આવી રહ્યા છે. જેને કારણે રાખડીઓનું વેચાણ ગત વર્ષની સરખામણી એ આ વર્ષે 50 ટકા ઓછુ જોવા મળી રહ્યું છે.

(5:03 pm IST)