ગુજરાત
News of Sunday, 2nd August 2020

રાજ્ય ના ૩૨ તાલુકાઓ માં ઝરમર થી ૨ ઇંચ સુધી નો વરસાદ

મહારાષ્ટના હથનુર ડેમ માંથી સતત પાણી છોડાતા ઉકાઈ ડેમ ની જળસપાટી ૩૨૭ ફૂટ ને પાર

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી):ચોમાસાની આ સીઝન માં મેઘરાજા મન મુકીને ન વરસતા જગત નો તાત ચિંતા માં મુકાયો છે છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય ના માત્ર ૧૬ જીલ્લા ના ૩૨ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૪૭ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે

        જળાશયો ની સ્તિથી જોઈએ તો ઉપરવાસમાં પડી રહેલ સતત વરસાદ ને પગલે મહારાષ્ટ્ર ના હથનુર ડેમ માં થી સતત પાણી છોડાય રહ્યું છે જેને પગલે દક્ષીણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી સતત વધી રહી છે  

           ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય ના વિવિધ વિસ્તારો માં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડા ને જોઈએ તો...

      વિસાવદર ૪૭ મીમી,સુઈગામ ૪૫ મીમી,ભાભર ૧૯ મીમી,મેંદરડા ૧૮ મીમી,લાખાની ૧૭ મીમી,જામનગર ૧૪ મીમી,થરાદ ૧૩ મીમી,આહવા ૧૨ મીમી અને હરીજ,ભાણવડ અને વાડિયા માં ૧૦-૧૦ મીમી વરસાદ નોંધાયો છે

    આ ઉપરાંત રાજ્ય ના ૨૦ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૯ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે

આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સત્તત વધી ને ૩૨૭.૨૫ ફૂટે પોહોચી છે ડેમ માં ૧૪,૦૪૭  કયુસેક પાણી ના ઇન્ફ્લો સામે ૧,૦૦૦ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સવારે ૦૮ કલાકે ૫.૬૧ મીટરે  પોહોંચી છે

      આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૯ કલાકે રાજ્ય ના મોટા ભાગ ના વિસ્તારો માં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજા વિરામ પર જણાય રહ્યા છે.

(10:50 am IST)