ગુજરાત
News of Saturday, 1st August 2020

રાજપીપળામાં ૧૨ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૯ કોરોના પોઝિટિવ કેસ : જિલ્લામાં મૃત્યુના સાચા આંકડા છુપાવાયા !!.?

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
            પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે નર્મદા જિલ્લામાં ૧૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૨ દર્દી રાજપીપળા તેમજ ગોપાલપુરા ૧, લાછરસ ૧, ઝેર ૧, તિલકવાડા ૨, ડેડીયાપાડા ૧, સાગબારા ૧ તેમજ રાજપીપળામાં આરબ ટેકરા ૧, વિસાવાગા ૧, અંબિકા નગર ૧, કાછીયાવાડ ૧, વિશ્વેશ્વર મહાદેવ ૧, ભટવાડા ૧, સફેદ ટાવર ૧, રાજેન્દ્ર નગર સોસા.૧, દરબાર રોડ ૧ ,સોનીવાડ ૧, મોટા માછી વાડ ૧, સિંધીવાડ ૧ મળી જિલ્લામાં કુલ ૧૯ દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે આજે ૨૫ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૦૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૦૩ એ પોહોચ્યો છે આજે વધુ ૨૨૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે
             નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ઘણા દર્દીઓના કોરોના ની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પત્રકારો ને આપવામાં આવતી પ્રેસનોટ માં મૃત્યુ ની સંખ્યા શૂન્ય સંખ્યા બતાવાય છે તો મૃત્યુ આંક છુપાવવા પાછળ નું શુ કારણ..?
              મીડિયા કર્મીઓ દ્વારા જિલ્લા માં કોરોના માં મૃત્યુ થયેલા દર્દીઓ ના આંકડા પૂછતાં સિવિલ સર્જન જ્યોતિ બેન ગુપ્તા એપેડેમીક ઓફિસર ડો.કશ્યપ ને આંકડા આપ્યા એમ જણાવે છે જ્યારે ડો.કશ્યપ આ બાબતે ગુપ્તા મેડમ ને પૂછો ની વાત કરતા જાણે ખો ખો ની રમત રમાડતા હોય તેમ લાગી રહ્યું છે.

(8:40 pm IST)