ગુજરાત
News of Saturday, 1st August 2020

સુરતમાં કોરોનાના રિપોર્ટમાં ગોળાટાની દર્દીની ફરિયાદ

કોરોનાના રિપોર્ટની લાલિયાવાડીનો કડવો અનુભવ : હેલ્થ સેન્ટરે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આપ્યો, ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ આવતા ખળભળાટ મચ્યો

સુરત, તા. : કોરોના મહામારી વચ્ચે કોરોના લક્ષણ દેખાતા રિપોર્ટ કરવા ગયા હતા  ત્યારે રિપોર્ટ કઢાવા  માટે હેલ્થ સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે એક પરિવારને કતારગામ હેલ્થ સેન્ટરમાં કરેલા ટેસ્ટમાં ફરજ પર હાજર હેલ્થ કર્મચારીએ તત્કાલિક એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ  પરિવાર ચિંતામાં મુકાયું હતું જોકે અલગ અલગ રિપોર્ટ ને લઇને હેલ્થ સેન્ટરના કર્મચારી દ્વારા માફી માંગવામાં આવી હતાં.કોરોના મહામારી વચ્ચે સતત સંર્ક્મણ વધી રહ્યુ છે ત્યારે કોરોના દર્દીના સંપર્કમાં આવેલ પરિવાર કોરોના રિપોર્ટ કરવા ગયા અને તેમને તંત્રનો કડવો અનુભવ થયો છે. શહેરના કતારગામ  વિસ્તારમાં  આવેલ  સિંગણપોરની નંદનવન સોસાયટી માં રહેતા રહેતા ત્રિભુવન સરવૈયા પત્ની રીટા બહેન ને સતત માથું દુખતું હતું અને કોરોના લક્ષણ દેખાતા ત્રિભુવન સરવૈયા  પત્ની રીટા બહેનને ૨૭મીએ માથામાં સામાન્ય દુખાવો હતો.તેથી તેઓ સિંગણપોર હેલ્થ સેન્ટર પર ગયા હતા.

             ત્યાંથી કતારગામ હેલ્થ સેન્ટરખાતે મોકલવામાં આવિયા હતા જોકે  કતારગામ હેલ્થ સેન્ટર પર રીતાબેનના સેમ્પલ લીધા પરંતુ હેલ્થ કર્મચારીઓ કાંઈ ચેક કરે તે પહેલા એક કાગળ પર સિક્કો મારીને કોવિડ-૧૯ એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ એવો રિપોર્ટ આપી દીધો હતો.પોઝિટિવ રિપોર્ટ આવતા પરિવાર ચિંતામાં મુકાયું હતું પણ રિપોર્ટ વગર કોરોના પોઝિટિવ આપતાની સાથે પરિવાર  શકા જતા તેમને ખાનગી લેબમાં રિપોર્ટ ૨૯મી તારીખે ની નિરીક્ષણ કરાવ્યુ હતુંં જેમાં  સિટી સ્કેનના રિપોર્ટમાં કોરોના હોય એવું જણાયું નહીં તેથી ડોક્ટરોએ નેગેટિવ હોવાનું રીટાબેનને જણાવ્યું હતું.બાદ પતિએ કતારગામ હેલ્થ સેન્ટર પર તેમના ધુપ્પલ વિશે કહેતા તેઓએ ભુલથી રિપોર્ટ અપાયો હોય એવું કહ્યું હતું જોકે પરિવાર ને ખોટો રિપોર્ટ આપતા પરિવાર ચિંચા સાથે ટેન્શનમાં મૂકાયો હતો. તંત્રની આટલી મોટી બેદરકારીને લઈને પરિવારે દ્વારા મામલે કતારગામ ઝોનમાં લેખિત માં ફરિયાદ કરવામાં આવી હતી.

(8:00 pm IST)