ગુજરાત
News of Saturday, 1st August 2020

વડોદરાના ભાયલી ગામનાં ખેડૂતે વિશ્વની સૌથી ઉંચી ર૦ ફુટ ઉંચી ખુરશી બનાવીને રેકોર્ડ સજર્યોઃ પ ઓગસ્ટે શ્રીરામ ભગવાનની ર૦ ફુટની તસ્વીર આ ખુરશી ઉપર મુકાશે

વડોદરા : વડોદરાના ભાયલી ગામના ખેડુતે વિશ્વની સૌથી ઉંચી ખુરશી બનાવીને રેકોર્ડ સજર્યો છે. ર૦ ફુટ ઊંચી ખુરશી બનાવીને એક ખેડૂતે અદ્ભુત કલાકારીગરી સર્જી છે. દોઢ લાખ રૂપિયાની ખુરશીને બનાવવામાં ખેડૂતને રપ દિવસનો સમય લાગ્યો હતો. પ ઓગસ્ટે રામ ભગવાનની ર૦ ફુટની તસ્વીર આ ખુરશી પર મૂકાશે. રામ મંદિર ભૂમિ પૂજનની ખેુશીમાં તસ્વીર બનાવાશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વિશ્વમાં ૧૦ ફુટની ઊંચી ખુરશી બનાવવામાં આવી હતી. જયારે ગુજરાતના આ ખેડૂતે ર૦ ફુટ ઊંચી ખુરશી બનાવીને નવો રેકોર્ડ સજર્યો છે.

કુલ ૧પ૦૦ કિલો વજનની આ ખુરશી છે. ભાયલી ગામના અરવિંદ પટેલ નામના ખેડૂત અને સાથે જ બિઝનેસ પણ કરતા શખ્સે આ ખુરશી બનાવી છે. પ ઓગસ્ટના રોજ ખુરશી પર ભગવાન રામજીની ર૦ ફુટ ઊંચી તસ્વીર ખુરશી પર મુકાશે.

ભાયલીના લોકો માટે ખુરશી આકર્ષણનું  કેન્દ્ર બની છે. અરવિંદભાઇ અમેરિકા ગયા હતા, ત્યારે તેઓએ ત્યાં પ થી ૧૦ ફુટ ઊંચી ખુરશી જોઇ હતી. જેના પરથી ભગવાન રામજી માટે ર૦ ફુટ ઊંચી ખુરશી બનાવવાનો વિચાર તેઓને આવ્યો હતો. આ કારણે તેઓએ ભારત આવીને પોતાનો વિચાર અમલમાં મૂકયો હતો.

(6:01 pm IST)