ગુજરાત
News of Saturday, 1st August 2020

સુરતના ઓલપાડ તાલુકાના પોલીસની ફરજમાં ખલેલ પહોંચાડી જીવલેણ હુમલો કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત:ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં લોકડાઉનનું પાલન કરાવવા જનાર પોલીસની ફરજમાં રૃકાવટ કરી ગેરકાયદે મંડળી રચીને જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપીની જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

કોવિડ-19ના સંક્રમણને અટકાવવા સરકારે જારી કરેલા લોકડાઉન દરમિયાન ગઈ તા.13મી એપ્રિલના રોજ ઓલપાડ તાલુકાના બરબોધન ગામમાં આરોપી મુસા દાઉદ રાવતની નોનવેજની દુકાન પર લોકોની ભારે ભીડ હતી.જેથી લોકોના ટોળાને લોકડાઉનનું પાલન કરાવવા ગયેલા ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો ઝવેર રાઘવ તથા અન્ય પોલીસ પર લોકાનો ટોળાએ ગેરકાયદે મંડળી રચીને તેમની ફરજમાં રૃકાવટ કરી હતી.આરોપી ઉમર ફારૃક ઈલ્યાસ બડે (રે.બાપુનગર,બરબોધન ગામ)સહિત 6 આરોપીઓ વિરુધ્ધ ઓલપાડ પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.

(5:23 pm IST)