બાયડ:બાયડ-કપડવંજ હાઇવે નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બાયડ:બાયડ - કપડવંજ હાઈવે ઉપર કાળાજીના મુવાડા પાસે ટ્રક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને વાહનોના ચાલકોના ગંભીર ઇજાથી મોત નિપજ્યા હતા. જયારે કન્ટેઇનરમાં બેઠેલા અન્ય એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા.
બાયડ પોલીસ સ્ટેશનના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કન્ટેનર ગાડીના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડ આવીને સામેથી આવતી આઈવા ગાડી (ડમ્પર)ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ગાડીના ચાલક રામસિંહ ઝાલાને ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. કન્ટેનર ચાલક પ્રકાશસિંહ જયસિંહ રાજપુતનું મોત નિપજ્યું હતું. તેમજ કન્ટેનરમાં બેઠેલા ધર્મેન્દ્ર મીનાને ગંભીર ઈજા પહોંચી હતી. બાયડ પોલીસે ભદ્રેશ ભવાનસિંહ વાઘેલા (રહે.વડોલ, તા.કપડવંજ)ની ફરીયાદના આધારે કન્ટેનર ગાડીના ચાલકના વિરૃધ્ધ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી ધરી હતી.