ગુજરાત
News of Saturday, 1st August 2020

સત્ય ઉજાગર કરતા પત્રકારોને ધમકી આપી દબાવવા પ્રયાસ કરતા રાજપીપળા ન.પા.ના મુખ્ય અધિકારી વિરુદ્ધ આવેદન

નર્મદા પત્રકાર સેવા સંઘ દ્રારા મુખ્ય અધિકારીના ગેરવર્તન બાબતે કલેક્ટરને આવેદનપત્ર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના હંગામી કર્મચારીઓ 4 મહીનાના બાકી પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતરી જતાં નગરની પાણી વિતરણની વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. કોઈ પણ જાતની આગોતરી જાણ વિના વગર તા 30 ની સાંજ થી નગર મા પાણી વિતરણ કરવામા આવ્યુ નહોતું, અને તા 31/07/2020 ના સવાર મા પણ પાણી ના મળતાં લોકો અકળાઈ ઉઠ્યાં હતાં.પરંતુ નગર ના એક ચોક્કસ વિસ્તાર મા રાબેતા મુજબ પાણી છોડવામાં આવ્યું હતું અને એ વાત ના પ્રત્યક્ષ દર્શી પણ હોઈ નગરપાલિકાની આ બેવડી નિતિ ની જબ્બર ટીકા થઈ હતી.
 મુખ્ય અધિકારી જયેશ પટેલ પાણી વિતરણની વ્યવસ્થા ક્યારે રાબેતા મુજબ થશે અને કર્મચારીઓ હડતાળ ઉપર હોય ચોક્કસ વિસ્તાર મા પાણી નુ વિતરણ રાબેતા મુજબ કેમ છે, આજે અને આવતી કાલે તહેવાર છે, લોકો પાણી વગર ઉશકેરાઈ ને પાલિકા ઉપર હલ્લા બોલ કરશે તો કોરોના સંક્રમણ ના ભય વચ્ચે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ નહીં જોખમાય ? એવા સવાલો પુછતાં જ મુખ્ય અધિકારી જયેશ પટેલ ઉશકેરાઈ ગયાં હતાં, અને "તમે મારાં સાહેબ છો? હું તમે અમારી વિરુદ્ધ કાયમ જ લખો છો, હું તમારી સામે ડીફરમેશન નો કેસ કરી શકું છું" તેવા ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારી પત્રકારો ને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
  આ સમગ્ર બાબત ને ગંભીરતાથી લઈ ને નર્મદા જીલ્લા પત્રકાર સેવા સંઘે આ બાબત ને નર્મદા જીલ્લા કલેકટર  મનોજ કોઠારી ના ધ્યાન મા લાવવાનું નક્કી કર્યુ હતું અને પ્રાદેશીક કમિશ્નર સુરત ને પણ આ બાબત ની લેખીત જાણ કરવાનો નિર્ણય કર્યો હતો. જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી જાણ કરવામા આવી હતી, કલેક્ટર એ આ બાબતે ઘટતું કરવા નું આશ્વાસન આપ્યું હતું.

(11:07 am IST)