ગુજરાત
News of Saturday, 1st August 2020

મોટી ઉંમરે પ્રસૂતિ થતાં સમાજ શું કહેશે તેવા ડરથી દંપતી બાળકીને મૂકી ફરાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકી ત્યજી ફરાર થયેલ દાહોદના દંપતીની ધરપકડ

અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત જૂન માસમાં એક નવજાત બાળકીને ત્યજીને દંપતી ફરાર થઇ ગયું હોવાના મેસેજ શાહીબાગ પોલીસને મળ્યો હતો. જેથી પોલીસે સિવિલ હૉસ્પિટલ પહોંચીને બાળકીની હકીકત મેળવી તપાસ શરૂ કરી હતી.
    પોલીસ પાસે બાળકીના માતા-પિતા પાસે પહોંચવા માટેની કોઈ નક્કર કડી મળી ન હતી. કારણ કે દંપતીએ બાળકીને ત્યજી દેવાનો પહેલાથી પ્લાન ઘડ્યો હોય તેમ મોબાઈલ નંબર પણ ખોટો લખાવ્યો હતો. એટલે પોલીસે બાળકીને સિવિલ હૉસ્પિટલ લાવનાર 108 એમ્બ્યુલન્સમાંથી બાળકીને ક્યાંથી અહીં લાવ્યા તેની હકીકત મેળવી હતી. તપાસ બાદ પોલીસ બોપલના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી હતી.
   અહીંથી પોલીસને બાળકીના પિતાનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને આ દંપતી દાહોદનું હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસને માહિતી મળી હતી કે આ દંપતી મજૂરી કામ કરી રહ્યું છે. જેથી પોલીસે એ દિશામાં તપાસ કરતા આ દંપતીની ભાળ મળી આવી હતી. અંતે પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે.

(11:38 pm IST)