ગુજરાત
News of Saturday, 1st August 2020

રાજપીપળા માં ૭ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૭ દર્દી રાજપીપળા તેમજ ૧ ઓફિસર્સ કોલોની ૧ લીમડી ગામ માં નોંધાયા છે. રાજપીપળા માં નોંધાયેલ ૭ કોરોના પોઝિટિવ દર્દી પૈકી કાછીયાવાડ ૨ , વિશ્વેશ્વર મહાદેવ ૧ , ભાટવાડા ૧, સફેદ ટાવર ૨ , રાજેન્દ્ર નગર સોસા. ૧ આમ કુલ ૭ દર્દીઓ રાજપીપળા માં પોઝિટિવ મળી આવ્યા છે
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૩૭ દર્દી દાખલ છે આજે ૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૭૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૮૪ એ પોહોચ્યો છે આજે વધુ ૨૪૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
બોક્ષ :રાજપીપળા કાછીયાવાડ માં સતત કોરોના ના દર્દીઓ ની સંખ્યા વધી રહી છે ત્યારે આ બાબતે તંત્ર જવાબદાર કે સ્થાનિકો ની થતી બિન્દાસ અવર જવર એ કહેવું મુશ્કેલ છે પરંતુ રેડ ઝોન જાહેર કર્યા બાદ પણ આ વિસ્તાર માં થતી ભારે અવર જવર થી હજુ કેટલું કોરોના સંક્રમણ વધશે..? શુ તંત્ર આ બાબતે નિષ્ફળ ગયું એમ કહી શકાય..?

(9:33 pm IST)