ગુજરાત
News of Saturday, 2nd July 2022

ડીસામાં રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો

ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા: ભારે નુકશાન : પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

ડીસામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .

(10:06 pm IST)