ગુજરાત
News of Saturday, 2nd July 2022

રાજ્યમાં 10થી 15 જુલાઈ વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થશે: ભારે વરસાદ પાડવાની શકયતા : અંબાલાલ પટેલ

આગામી 5 જુલાઈ આસપાસ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના : મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી :દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં 10થી 15 જુલાઈ વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 જુલાઈ આસપાસ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઇ રહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે તથા કચ્છના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદને લીધે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદ, મહેસાણાના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં 10થી 15 જુલાઈ વચ્ચે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

(9:13 pm IST)