ગુજરાત
News of Saturday, 2nd July 2022

તાપી જીલ્લાના વ્‍યારામાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્‍નઃ વિવિધ વિસ્‍તારોમાં ફરી રાધાકૃષ્‍ણ મંદિરે પૂર્ણ થઇ

વ્‍યારાનગર ખાતે રથયાત્રા સમિતિ અને હિન્‍દુ સંગઠન દ્વારા રથયાત્રાનું આયોજન કરાયુ હતુ

તાપીઃ અષાઢી બીજના દિવસે વ્યારામાં રથયાત્રા સમિતિ તથા હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટેશન રોડ પરના રાધાકૃષ્ મંદિરે શાંતિપૂર્ણ સંપન્ થઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજન જોડાયા હતા. પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ ગોઠવાયો હતો.

જિલ્લાના વ્યારા નગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. રથયાત્રા કોરોના કાળ બાદ પ્રથમ વાર વ્યારાના ફડકે નિવાસ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરથી નીકળી હતી. વ્યારા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા.

આજે અષાઢ સુદ બીજને દિવસે વ્યારા નગર ખાતે રથયાત્રા સમિતિ અને હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા ફડકે નિવાસ ખાતે આવેલ રાધા કૃષ્ણ મંદિરેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભગવાન જગન્નાથજી અને બેન સુભદ્રા તેમજ ભાઈ બલરામના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રથયાત્રાને લઈ પોલીસ વિભાગ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રા વ્યારાના વિવિધ વિસ્તારોમાં ફરી સ્ટેશન રોડ પર આવેલ રાધા કૃષ્ણ મંદિરે પૂર્ણ થઇ હતી. જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સૌથી મોટી રથયાત્રા બાદ ગુજરાતનાં લગભગ તમામ સ્થળો પર રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના લગભગ લગભગ તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં રથયાત્રાનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરવામાં આવે છે. શાંતિપુર્ણ રીતે ગુજરાતમાં રથયાત્રાનું આયોજન પણ થાય છે. તાપીમાં પણ સંપુર્ણ શાંતિ સાથે રથયાત્રા પુર્ણ થઇ હતી.

(5:41 pm IST)