ગુજરાત
News of Friday, 2nd July 2021

મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા શેખ જમાત ખાનામાં યોજાયેલા વેકસીન કેમ્પમાં 50 લોકોએ વેકસીન લીધી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલમાં કોરોનાની બીજી લહેર શાંત જોવા મળી છે ત્યારે ત્રીજી લહેર બાબતે તંત્ર એક્ષનમાં આવ્યું હોય સમગ્ર ભારત અને ગુજરાત સહિત નર્મદા જિલ્લાના રાજપીપળા પણ હાલમાં કોરોના ના કેસ ઓછા જોવા મળ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા વેકસીન વિના મૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી હોય,કોરોના થી બચવા માટે માત્ર એક જ ઉપાય કોરોનાની વેકસીન જ છે.ત્યારે મોહસીને આઝમ મિશન રાજપીપળા દ્વારા વારંવાર લોકઉપયોગી સેવા કાર્ય કરવામાં આવે છે જેમાં રાજપીપળા મિશનની ઉમદા કામગીરી બદલ નર્મદા રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું જેમાં મોહસીને આઝમ મિશન રાજપીપળા એ કોરોના વિરોધી વેક્સીન નો કેપ રાખવામાં આવ્યો જેમાં 50 જેટલા મુસ્લિમ સમાજના લોકોએ વેકસીનનો લાભ લીધો હતો.
 રાજપીપળાના મુસ્લિમ ધર્મ ગુરુ સુભાની બાપુએ પણ વેક્સીન લીધી હતી વધુમાં જણાવ્યું હતું કે આ કોરોનાની મહામારીમાં કેટલાક લોકો મૃત્યું પામ્યા છે અને કેટલાક લોકો બીમાર પડ્યા છે ને કેટલાક લોકો સાજા પણ થયા છે કોરોનાથી લડવા માટે અને સુરક્ષિત રહેવા માટે કોરોના ની વેકસીન લેવી ખૂબ જરૂરી છે અને મુસ્લિમ સમાજ અને તમામ ધર્મ લોકોને કોરોના વેકસીન લેવાની અપીલ કરી હતી.

(11:15 pm IST)