વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સાથે આડો સંબંધ હોવાની અદાવત રાખી પરિવારજનોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઇન્દીરાનગરમાં રહેતા ફિરોજ ઇશાક પઠાણની નજીકમાં રહેતી મહિલા સાથે આડો સંબંધ હોવાની અદાવત રાખી મહિલાના પરિવારજનોએ હુમલો કર્યો હતો જે અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કારેલીબાગ ઇન્દિરાનગરમાં રહેતા ફિરોજ ઈશાક પઠાણ હું નજીકમાં નહિતર આરીફ શેખની પત્ની સાથે પ્રેમ સંબંધ છે અને તેની સાથે ફોન પર વાત કરું છું તે વાતનું રેકોર્ડિંગ આરીફે સાંભળી લીધું હતું જેની અદાવત રાખી તારીખ ૩૦મી રાત્રે 12:30 કલાકે ચિકનની દુકાન પાસે બાંકડા ઉપર ફિરોજ બેઠો હતો ત્યારે જાવેદ શેખ અમજદ શેખ ફિરોજ શેખએ આવીને ઝઘડો કર્યો હતો અને મારક હથીયારથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી ઘવાયેલા ફિરોજને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.