પંચમહાલના જીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા:દારુ-જુગારની મહેફિલ માણતા ભાજપના ધારાસભ્ય સહીત 14 લોકો ઝડપાયા
દારૂની 9 જેટલી બોટલો પણ મળી :ભાજપના માતરના ધારાસભ્ય કેસરી સિંહ ઝડપાતા ખળભળાટ
અમદાવાદ : ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી દારુ-જુગારની મહેફિલ માણતા ઝડપાઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ભાજપના ધારાસભ્ય દારૂની 9 જેટલી બોટલો સાથે ઝડપાયા છે.
આ અંગે મળતી વિગત મુજબ પંચમહાલના જીમીરા રિસોર્ટમાં પોલીસના દરોડા પડ્યા હતા. જ્યાંથી માતરના ભાજપના ધરાભ્ય અને અન્ય 14 જેટલા શખ્સોની પંચમહાલ પોલીસે દરોડા પાડી ધરપકડ કરી છે. પંચમહાલ પોલીસે શિવરાજપુર પાસે રિસોર્ટમાં દરોડા પડ્યા હતા. જ્યાં આ ધારાસભ્ય દારુ અને જુગારની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા છે. દરોડા દરમ્યાન જુગાર રમતા ધારાસભ્ય સાથે 15 લોકો ઝડપાયા છે.
પંચમહાલ જીલ્લા એસપી. લીના પાટીલએ આ બાબતને સમર્થન આપ્યું હતું. આ સમગ્ર મામલે ધારાસભ્ય સિવાય અન્ય 14 લોકો કોણ છે તેમાં ભાજપના કોઈ મોટા માથા છે કે કેમ તે પોલીસની તપાસમાં બહાર આવશે. પરંતુ હાલ ભાજપના ધારાસભ્ય કેસરી સિંહ આ રીતે ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે.