News of Thursday, 2nd July 2020
સુરત ફરી અમદાવાદથી આગળ :શહેરમાં 191 કેસ અને જિલ્લામાં 36 કેસ મળીને વધુ 227 કેસ પોઝીટીવ
સુરત : સુરત આજે ફરીવાર કોરોના પોઝિટિવ કેસના મામલે અમદાવાદથી આગળ નકલ્યુ છે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 227 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 191 અને સુરત જિલ્લામાં 36 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 5,257એ પહોંચ્યો છે.
(8:27 pm IST)