ગુજરાત
News of Thursday, 2nd July 2020

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્હીનું તેડું : સંગઠન માળખું અને પેટાચૂંટણી બાબતે થશે ચર્ચા

અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને દિલ્હીનું તેડું આવ્યું છે. આગામી 2 દિવસમાં અમિત ચાવડા દિલ્હી જશે. તેઓ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસના નવા સંગઠન માળખા અંગે ચર્ચા કરશે. તેમજ 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ અને રણનીતિ અંગે પણ બેઠક થશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું લોકસભા બાદ વિખેરી નાખવામાં આવ્યું છે.

(1:58 pm IST)