હિટ એન્ડ રન: ચંદ્રાલા નજીક સાંજના સુમારે મોપેડ સવાર યુવાનને અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
ગાંધીનગર: જિલ્લામાં લોકડાઉન ખુલતાંની સાથે જ વાહન વ્યવહાર પણ પૂર્વવત થઈ ગયો છે. પરંતુ અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ગઈકાલે સાંજે ચંદ્રાલા પાસે મોપેડ સવાર નિકોલના યુવાનને અજાણ્યા વાહને અડફેટે લઈ લીધો હતો. જેમાં આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહન ચાલકને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
બે મહિનાના લોકડાઉન બાદ હવે અનલોક-૧ શરૂ કરી દેવામાં આવ્યું છે. ધંધા રોજગાર શરૂ થતાંની સાથે જ હાઈવે માર્ગો ઉપર વાહન વ્યવહાર પણ પૂર્વવત બની ગયો છે જો કે તેના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહયા છે. અમદાવાદના નિકોલ ખાતે તીર્થભુમિ રેસીડેન્સીમાં મકાન નં.બી/૧૦ર ખાતે રહેતો યુવાન જયેશભાઈ ગોપાલભાઈ પટેલ ગઈકાલે બપોરે તેના ઘરેથી મોપેડ નં.જીજે-૧૮-પી-પ૯૯૯ લઈને થોડીવારમાં આવું છું તેમ કહી નીકળ્યો હતો.