ગુજરાત
News of Tuesday, 2nd June 2020

ધરમપુર-કપરાડા અને દાનહ પંથકમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો

તુતરખેડ તથા ઉકતામાં વીજલાઈન તૂટી : કેરીના પાકમાં પવન અને વરસાદને લઈ નુકશાન

વલસાડ જિલ્લા માં મંડરાઇ રહેલા વાવાઝોડા અગાઉ ધરમપુર અને કપરાડા પંથક ના ગ્રામ્ય વિસ્તારો ગત સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદને લઈ તુતરખેડ તથા ઉકતામાં વીજલાઈન તૂટી ગઈ હતી. ધરમપુરમાં પણ વરસાદ પડ્યો હતો અને ધરમપુર તાલુકાના બોપી, ભવાડા, જામલીયા, સોનદર, મુરદડ, તુતરખેડ, ભવઠાણ જંગલ, સાતવાંકલ, ખપાટીયા, અવલખંડી, ખોબા, પૈખેડ, ચવરા, ગુંદીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.

 આ સિવાય દાનહ સહિત સેલવાસમાં દિવસભર વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને સાંજે અડધો કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડયો હોવાના અહેવાલ છે વરસાદ ને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે સાથે આંબા ઉપર રહેલી કેરીના પાકમાં પવન અને વરસાદને લઈ નુકશાન થવાની વાત થી ખેડૂતો ચિંતા માં મુકાયા હતા.

(10:24 am IST)