News of Wednesday, 2nd May 2018
હિંમતનગરના દેરોલ પાસે કારમાં આગ ભભુકતા ડ્રાયવરનું મોત
સેન્ટ્રલ લોકના દરવાજા ન ખુલતા ડ્રાઈવરને બચાવી શકયા નહીં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ગામના પાટીયા પાસે કારમાં આગ લાગતા ડ્રાઈવરનું કારમાં મોત થયું છે અચાનક કારમાં આગ લગાવથી ઉતાવળમાં સેન્ટ્રલ લોકના દરવાજા ન ખુલતા ડ્રાઈવરનું મોત થયું હતું.
સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઈવરને બચાવી ન શક્યા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે, અને સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
(11:14 pm IST)