ગુજરાત
News of Wednesday, 2nd May 2018

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 1 હજાર સાક્ષીઓએ જુબાની આપી

સેશન્સ કોર્ટમાં જુબાનીમાં એક હજાર સાક્ષીને કોર્ટે તપાસ્યા: 56 વ્યક્તિઓના મોત અને 240ને જીવલેણ ઈજાઓ થઇ હતી

 

અમદાવાદ ;અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે એક હજાર સાક્ષીઓએ પોતાની જુબાની આપી છે વર્ષ 2008માં અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. કેસમાં હાલ સેશન્સ કોર્ટમાં જુબાનીમાં એક હજાર સાક્ષીને કોર્ટે તપાસ્યા હતાં.

  સીરીયલ બ્લાસ્ટમાં શહેરમાંથી કુલ 20 ગુનાઓ દાખલ થયા હતાં. જેમાં શાહીબાગ, સિવિલ હોસ્પીટલ અને મણીનગરની એલ.જી. હોસ્પીટલમાં કાર બોમ્બ તથા સરખેજમાં AMTS બસમાં બોમ્બ મુકવામાં આવ્યા હતાં.

  અત્રે ઉલ્લેખનીય છે કે સાથે સાયકલો ઉપર પણ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 56 વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં તેમજ 240 વ્યક્તિઓને જીવલેણ ઈજાઓ થઇ હતી. સાથે કરોડો રૂપિયાની ખાનગી તથા જાહેર મિલ તનું નુકસાન થયું હતું. જેની જવાબદારી સીમી તથા ઈન્ડિયન મુજાહીદીન નામની આંતકવાદી સંસ્થાના સભ્યોને ભેગા મળી સ્વીકારી હતી.

(10:20 pm IST)