ગુજરાત
News of Wednesday, 2nd May 2018

રાજ્યની મેડિકલ કોલેજોની બેઠકમાં વધારો કરાયોઃ વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું

ગાંધીનગરઃ ગુજરાતના મેડિકલના છાત્રો માટે સારા સમાચાર આવ્યા છે.રાજ્યમાં યુ.જી. મેડિકલની બેઠકોમાં વધારો થયો છે. MCI દ્વારા વધુ 220 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં વડોદરાની મેડિકલ કોલેજની 180થી વધારીને 250 બેઠકો કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે,જામનગર મેડિકલ કોલેજની બેઠક 200થી વધારીને 250 બેઠક કરવામાં આવી છે. જ્યારે સુરત મેડિકલ કોલેજમાં 180થી વધારીને 250 બેઠકો કરવામાં આવી છે. આમ, વડોદરા, જામનગર અને સુરત મેડિકલ કોલેજોની બેઠકો 250 સુધી કરવામાં આવી છે.

 રાજ્યમાં ૨૪ મેડિકલ કોલેજોમાં કુલ મળીને ૩૬૮૦ બેઠકો હતી. રાજ્યમાં અલગ-અલગ મેડિકલ કોલેજો દ્વારા પોતાની બેઠકો વધારવા માટે અરજી કરવામાં આવી હતી. તેમજ કેટલીક નવી કોલેજો પણ શરુ કરવા અરજી કરાયેલ છે.

    મેડિકલ કોલેજોમાં થયેલ બેઠક વધારેને કારણે મેડિકલમાં અભ્યાસ કરવાનું વિચારતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજૂં ફરી વળ્યું હતું અને આશાઓ વધી હતી કે આગામી સમયમાં મેડિકલના વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને ભારતને અને ખાસ કરીને ગુજરાતને સારા અને પ્રભાવશાળી ડોક્ટરો પ્રાપ્ત થશે.

(1:17 am IST)