ગુજરાત
News of Thursday, 2nd April 2020

રત્નમણિ મેટલ્સ તથા અમદાવાદના ગોયલ બ્રધર્સ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં કુલ રૂ.અઢી કરોડનું અનુદાન

મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં દિલીપભાઈ વસાના પ્રયાસથી

રાજકોટ,તા.૨: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર મચ્યો છે ત્યારે ભારતના વિવિધ રાજયોમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજયના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમની જહેમતથી આજે કોરોના વાઇરસના કેસોની સંખ્યા ઘટી રહી છે.

તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ કોરોનાગ્રસ્તોના લાભાર્થે દાનની અપીલ કરતા ગુજરાતના ઉદ્યોગપતિઓ , જૈન અગ્રણીઓનો સહયોગ મળવો શરૂ થયો છે. દાનની સરિતા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આવતી રહી છે.

રાજકોટના વૈયાવચ્ચરત્ન  દિલીપભાઈ વસા એ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જૈન અગ્રણીઓ તથા સમાજના આગેવાનોને દાન આપવા માટે અપીલ કરી હતી તેને અનુલક્ષીને અમદાવાદની નામાંકિત કંપની રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબ લિમિટેડના ચેરમેન તથા મેનેજીંગ ડિરેકટર શ્રી પ્રકાશભાઈ એમ. સંદ્યવી તથા જોઈન્ટ મેનેજિંગ ડિરેકટર શ્રી જયંતિભાઈ સંદ્યવી  (દાનવીર ભામાશા બંધુ) એ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ. એક કરોડ તથા આરોગ્યતંત્રના સૂચનથી રૂ. ૫૧ લાખ મેડિકલ સહાયમાં આપ્યા જેની  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈએ નોંધ લીધી છે.

ઉપરાંત વૈયાવચ્ચરત્ન દિલીપભાઈ વસાના પ્રયાસોથી અમદાવાદના ગોયલ બ્રધર્સ (ગોયલ એન્ડ કંપની)ના શ્રી મુકેશભાઈ ગોયલ તથા શ્રી ત્રિલોકભાઈ ગોયલ એ તાજેતરમાં મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ એક કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રી સોંપ્યો હતો.

(3:33 pm IST)