ગુજરાત
News of Tuesday, 2nd March 2021

મારા 40 વર્ષના રાજકીય ઈતિહાસમાં આવો વિજય ક્યારેય જોયો નથી : ભાજપની જીત પર નીતિનભાઈ પટેલનું નિવેદન

અમારો રાષ્ટ્રપ્રેમ અમારી સમાજ સેવા અને પ્રજાલક્ષી કામગીરીનું અમને પરિણામ મળ્યું

અમદાવાદ : રાજ્યની  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથે વાત કરી હતી. હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છું.પરંતુ જનતાએ જે જંગી બહુમતીથી ભાજપને વિજય અપાવ્યો છે. તેવો વિજય મેં ક્યારેય અગાઉની ચૂંટણીમાં જોયો નથી. તમામ મનપા, નગરપાલિકા, પંચાયત ભગવા રંગે રંગાઈ ગઈ છે.

અમારો રાષ્ટ્રપ્રેમ અમારી સમાજ સેવા અને પ્રજાલક્ષી કામગીરીનું અમને પરિણામ મળ્યું છે. કોંગ્રેસને આજે ગુજરાતમાં શોધવાથી પણ મળતી નથી. વિપક્ષના નેતાએ અને પ્રદેશ પ્રમુખે રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. તમામ ક્ષેત્રે સરકારની કામગીરી અને કોરોનામાં પણ અમારી કામગીરીને જોઈ છે. તેના કારણે પ્રજાએ ભાજપ પર ફરી મહોર લગાવી છે. કોરોનામાં લોકોએ સરકારની સીધી કામગીરી જોઈ છે. બજેટ અંગે કહ્યું કે, બજેટની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બજેટ છપાઈ પણ ગયું છે. આવતીકાલના મારા બજેટમાં સર્વાંગી વિકાર અને લોકોની અપેક્ષા પૂરું પાડતું બજેટ હશે

(11:52 pm IST)