ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાજ્યની 75 નગરપાલિકામાં ભાજપનો કબજો : માત્ર 4 નપામાં કોંગ્રેસ અને 2 પાલિકામાં અન્ય પક્ષનું રાજ

હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી

અમદાવાદ :રાજ્યમાં કુલ 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. 81માંથી 75 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, જયારે કોંગ્રેસને માત્ર 4 નગરપાલિકામાં જ જીત મળી છે, જયારે 2 નગરપાલિકા પર અન્ય પક્ષનું શાસન આવ્યું છે.

વર્ષ 2015માં યોજાયેલી 56 નગર પાલિકામાં ભાજપે 40 જીતી હતી જયારે કોંગ્રેસને ફાળે 9 નગરપાલિકા ગઇ હતી. જો કે વર્ષ 2010માં કોંગ્રેસે 10 નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. જો કે પાટીદાર આંદોલન નેતા હાર્દિક પટેલના હોમ ટાઉન વિરમગામ નગરપાલિકામાં ભાજપે જીત મેળવી હતી.

જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંપલાવનારી આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ સારુ પ્રદર્શન કર્યું છે

(9:16 pm IST)