ગુજરાત
News of Tuesday, 2nd March 2021

ઈતિહાસમાં પહેલીવાર તાપી અને ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપને 19 સીટ અને કોંગ્રેસને ફાળે 6 બેઠક : તાપી જિલ્લા પંચાયતમાં ભાજપને 17 સીટ અને કોંગ્રેસ 9 બેઠકમાં સમેટાઈ

અમદાવાદ: રાજ્યની 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે જ્યારે કૉંગ્રેસનો કારમો પરાજય થયો છે, કૉંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. ત્યારે ઈતિહાસમાં પહેલી વખત તાપી અને ગાંધીનગર જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પહેલીવાર ભાજપ સત્તામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે કૉંગ્રેસને ફાળે માત્ર 6 બેઠકો આવી છે.  ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ સુર્યસિંહ ડાભીની પણ હાર થઈ છે.
બીજી તરફ કૉંગ્રેસના હાથમાંથી તાપી જિલ્લા પંચાયતની સત્તા પણ સરકી ગઈ છે. તાપીમાં 26 બેઠક પૈકી ભાજપને ફાળે આવી 17 બેઠક આવી છે જ્યારે કૉંગ્રેસ માત્ર નવ બેઠકમાં સમેટાઈ ગઈ છે.

(9:09 pm IST)