ગુજરાત
News of Tuesday, 2nd March 2021

વલસાડના નનકવાડા ગામના કકવાડ ફળિયામાં એક ઘરના બાજુમાં આવેલા 50 થી 60 ફૂટ ઊંડા કુવામાં ગાય પડી જતા અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરી ગાયને હેમખેમ બહાર કાઢી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના નનકવાડા ગામના કકવાડ ફળિયામાં એક ઘરની બાજુમાં આવેલા ૫૦ થી ૬૦ ફુટ ઉંડા કુવામાં ગાય પડી જતા ગામ લોકો દોડી આવ્યા હતા. 60 ફૂટ ઊંડા કૂવામાં પડેલી ગાય ને બહાર કરવા માટે ગામના સ્થાનિક એવા દિપકભાઈ પટેલે ટેલિફોનિકના મંધ્યમ થી અગ્નિવીર ગૌ સેવા દળને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કૂવામાં પડેલી ગાયને જોતા અને કૂવો ધણો ઊંડો હોવાથી ગાય બહાર નીકળીના શકે તેમ જણાતા અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા ગાય ને 60 ફૂટ ઊંડા કુવા માંથી બહાર કરવા માટે એક ક્રેઈન ને બોલવાની ફરજ પડી હતી. ક્રેઈન આવ્યા બાદ ગૌસેવા ની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ક્રેઈન ની મદદ થી ગૌ સેવા ની ટીમે નીરજભાઈ મદેસ્યાને ક્રેઈન સાથે 60 ફૂટ ઊંડા કુવામાં ઉતારી અને નીરજભાઈ એ પોતાની પરવા કર્યા વિના કુવા માં પડેલી ગાય ને એક થી દોર કલાકની જહેમત બાદ ગાય ને દોરડા થી બાંધી દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ગાય ને હેમખેમ કુવા માંથી બહાર કરવામાં આવી હતી

(7:10 pm IST)