ગુજરાત
News of Tuesday, 2nd March 2021

બોરસદ પોલીસે સવારના સુમારે બોરસદ-સિંગલાવ રોડ નજીક 48 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર ચાલકની ધરપકડ કરી

બોરસદ:પોલીસે આજે સવારના સુમારે બોરસદ-સીંગલાવ રોડ, નવા બાયપાસ હાઈવેના નાળા પાસેથી ૪૮ હજારનો વિદેશી દારૂ-બીયરના ટીન ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

 

મળતી વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસ આજે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બોરસદ-સીંગલાવ રોડ ઉપર વાસદ તરફથી પુરપાટ ઝડપે એક ઈયોન કાર નંબર જીજે-૦૪, સીજે-૨૪૪૮ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં ડીકીમાંથી વિદેશી દારૂની ૫૫ બોટલો તેમજ બીયરની પેટી મળીને કુલ ૪૮૨૦૫ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સનું નામઠામ પુછતાં તે રાહુલ ભરતભાઈ ડાભી (રે. ભાવનગર)નો હોવાનું જણાવ્યું હતુ.

પોલીસે તેની અંગજડતી કરતા એક ત્રણ હજારનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે સાથે કુલ ,૫૧,૨૦૫નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(4:38 pm IST)