ગુજરાત
News of Tuesday, 2nd March 2021

વડોદરાના સાવલી તાલુકા નજીક પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા પોલીસ ફરિયાદ

વડોદરા : સાવલી તાલુકાના પોઇચા(રા) ગામે પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી જઇ યુવાન પરિણીતાએ ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના નટવરનગરમાં રહેતા મહીપતસિંહ ભગવાનસિંહ છાસટીયાની પુત્રી જીગ્નીશાના લગ્ન વર્ષ-૨૦૦૫માં પોઇચા(રા) ગામમાં રહેતા તેમજ હોટલ ચલાવતા અને ખેતીકામ કરતા કલ્પેશ નટવરસિંહ રાઠોડ સાથે થયા હતાં. લગ્ન બાદ જીગ્નીશાએ એક પુત્રને જન્મ આપ્યો છે જે હાલ બે વર્ષનો છે. લગ્ન બાદ પતિ અને સાસરી પક્ષના સભ્યો તારા પપ્પાએ કરિયાવરમાં કશુ આપ્યું નથી તેમ કહી મ્હેણાં ટોણાં મારી જીગ્નીશાને માનસિક ત્રાસ આપતા હતાં.

પતિ હોટલ ચલાવતો હોવાથી રાત્રે વાગે સમોસા બનાવવા માટે ઉઠાડે અને કોઇ દિવસ જો ઊંઘમાંથી ના જગાય તો મારઝૂડ કરતા હતાં. પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી જીગ્નીશા વારંવાર પિયરમાં આવી જતી પરંતુ તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી દેવાતી હતી. તા.૨૮ના રોજ જીગ્નીશાએ ઘરના પહેલા માળે પંખા પર લટકીને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જીગ્નીશાએ આત્મહત્યા કરતા ઘરના સભ્યો ફરાર થઇ ગયા હતાં. અંગે આખરે મહીપતસિંહે પુત્રીના પતિ કલ્પેશ, સાસુ શારદાબેન, સસરા, નટવરસિંહ અને કાકા સસરા ગીરવતસિંહ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો  હતો.

(4:36 pm IST)