ગુજરાત
News of Tuesday, 2nd March 2021

વડોદરાના માંજલપુર વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસે રેડ પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા : શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૃના ધંધા પર  ડીસીપી પાણીગેટ  પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદથી રેડ પડાવી  હતી.રેડ દરમિયાન બૂટલેગરના ગોડાઉનમાંથી  દારૃ અને બિયરનો પાંચ લાખ ઉપરાંતનો જથ્થો ઝડપાયો હતો.જોકે,સ્થળ  પરથી બૂટલેગર કે તેના કોઇ સાથીદારો મળી આવ્યા નહતા.પોલીસે બે ભાઇઓ તથા ગોડાઉનના માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડીસીપી પાડેલી રેડમાં સ્થાનિક પોલીસ ઉપરાંત,ડીસીબી,પીસીબી તથા એસ..જી નો સ્ટાફ પણ ઊંઘતો ઝડપાયો છે.

ડીસીપી ઝોન- ને માહિતી મળી હતી કે,માંજલપુર અલવાનાકા શાક માર્કેટ સામે આવેલા સાંઇબાબા મંદિરની બાજુમાં સોમનાથ નગરમાં આવેલા મની ઓટો ગેરેજની બાજુમાં  પતરાના ગોડાઉનમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો વડસર ગામમાં રહેતા નથ્થુ અને તેના ભાઇ ભીખાએ સંતાડયો છે.જેથી,ડીસીપીએ માંજલપુર પોલીસને નહી પણ પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઉપરોક્ત સ્થળે રેડ કરવાની સુચના આપી હતી.પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને વિદેશી દારૃની ,૬૭૮ બોટલ કિંમત રૃપિયા ,૯૫,૦૦૦ તથા બિયરના ,૨૮૨ ટીન કિંમત રૃપિયા ,૨૮,૨૦૦ કબજે  કર્યા હતા.પોલીસને ઉપરોક્ત સ્થળેથી કોઇ આરોપી હાજર મળી આવ્યો નહતો.ગોડાઉનના માલિક દિલીપ ચતુરભાઇ મારવાડી (રહે.રામેશ્વર વાડી,નવાયાર્ડ) તથા વડસર ગામ ભાલિયા વગામાં રહેતા બે ભાઇઓ નથ્થુ રામજીભાઇ ભાલિયા તથા ભીખાભાઇ ની સામે ગુનો દાખલ કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને કેસની તપાસ મકરપુરા  પી.આઇ.રાકેશ પટેલને સોંપવામાં આવી છે.

 

(4:35 pm IST)