ગુજરાત
News of Tuesday, 2nd March 2021

વડોદરા:શહેરા તાલુકામાં વાડી જિલ્લા વિસ્તારમાં ચૂંટણીમાં પ્રચાર કરવા બાબતે પરિવારને ધમકી આપનાર 19 વર્ષીય યુવતીએ કુવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

વડોદરા:  શહેરા તાલુકામાં વાડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પતિએ કોંગ્રેસનો પ્રચાર કરવા બાબતે તરસંગ ગામના એક પરિવારને ધમકી આપતા પરિવારની ૧૯ વર્ષની યુવતીએ કૂવામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

શહેરા તાલુકા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૧૧ બેઠકો અને જિલ્લા પંચાયતની પૈકીની બેઠકો બિનહરીફ થતાં તાલુકા પંચાયતની ૧૯ અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ચુંટણી યોજાઈ હતી. તાલુકાના તરસંગ ગામના રહીશ લીલાબેન દિલીપસિંહ સોલંકી ભાજપમાંથી વાડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચુંટણીમાં ઝંપલાવ્યું છે.

બેઠકમાં સમાવિષ્ટ તરસંગ તાલુકા પંચાયત પણ થાય છે. આજે સવારે તરસંગ ગામમાં રહેતા પૃથ્વીસિંહ જવાનસિંહ સોલંકી પરિવારના સભ્યો સાથે ચા પી રહ્યા હતા, ત્યારે જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ દિલીપસિંહ સોલંકી અને તેના ત્રણ સાગરિતોએ આવી ભાજપની વિરુદ્ધ કેમ પ્રચાર કરો છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતાં વખતે ત્યાં ઉપસ્થિત પૃથ્વીસિંહની ૧૯ વર્ષીય પુત્રી સુમનને પણ ગમે તેમ શબ્દો બોલતા તેને પિતાને કહ્યું કે મને શું કામ બોલે છે.

દરમિયાન મનમાં લાગી આવતા સુમન દિલીપના ખેતરમાં આવેલા કૂવામાં કૂદી પડતા ત્યાં ઉપસ્થિત ગ્રામજનોએ પણ કૂવામાં ઝંપલાવી સુમનને બહાર કાઢી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફે ત્યાં પહોંચી જઇ પરિસ્થિતિ કાબુમાં લીધી હતી અને સુમનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.

 

(4:35 pm IST)