ગુજરાત
News of Tuesday, 2nd March 2021

નગર પાલિકાની ચુંટણીમાં આપની સફળતાથી કોંગ્રેસ નેતાઓનું આપમાં જવાનું શરૂ

સુરતમાં કાછડીયા કોંગ્રેસ છોડીને જોડાયા આપમાં

સુરત : આમ આદમી પાર્ટીને નગરપાલિકા ચુંટણીમાં મળેલ સફળતા પછી હવે હારેલા કોંગ્રેસને નેતાઓએ પક્ષ બદલવાનું શરૂ કરી દીધુ છે. મહાનગરપાલિકા ચુંટણીમાં કોંગ્રેસ ટીકીટ પર ચુંટણી લડીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયેલા દિનેશ કાછડીયાએ સોમવારે કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ પણ છોડી દીધુ હતુ. દિનેશે કોંગ્રેસ છોડીને આપનો પાલવ પકડયો છે.

મહાનગરપાલિકા ચુંટણીમાં પક્ષને સફળતા મળ્યા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ર૬ ફેબ્રુઆરીએ સુરતના મતદારોનો આભાર વ્યકત કરવા સુરત આવ્યા હતા. થેંકયુ સુરત ટેગલાઇન સાથે રોડ શો કર્યા પછી સરથાણા જકાતનાકા ખાતે જાહેરસભા સંબોધીત કરતા કેજરીવાલે ભાજપા અને કોંગ્રેસના નેતાઓને આપમાં જોડાવાનું નિમંત્રણ આપ્યુ હતુ. કેજરીવાલના આ નિમંત્રણ સૌથી પહેલો સ્વીકાર કરીને દિનેશ કાછડીયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા.

(4:16 pm IST)