ગુજરાત
News of Tuesday, 2nd March 2021

સાણંદ ખાતે ટી.બી., આર.સી.એચ, પી.સી.એન્ડ પી.એન.ડી.ટી અંતર્ગત વર્કશોપ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :      ૧૦૦ એકર રિસોર્ટ સાણંદ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા   પ્રાઇવેટ ડોક્ટર એસોસિયેશન સાણંદના સંયુક્ત ઉપક્રમે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્કશોપ અધિક નિયામક ડો.સતીષ મકવાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શૈલેષ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમાં ટી.બી.અધિકારી  ડો.દીક્ષિત કાપડીયા એ ટીબીના દર્દીને શોધીને ઝડપથી સારવાર મળી રહે અને સરકારની નવી પોલીસી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આર.સી.એચ.ઓ. ડો.ગૌતમ નાયકે માતા અને બાળ મરણ અટકાવવા અનુરોધ કરેલ અને બાળકોમાં સંપૂર્ણ રસીકરણ થાય તે બાબતે સહકાર આપવા જણાવેલ હતુ. ડબલ્યુ.એચ.ઓ. ડો.અનિકેત રાણા દ્વારા દીપ્થેરીયા ના સર્વેલન્સ વિશે જાણકારી આપેલ, ડો.સંધ્યાબેન રાઠોડે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અંતર્ગત ધ્યાનમાં રાખવાના મુદ્દા અને કાનૂની બાબતો પર ચર્ચા કરેલ હતી. સાણંદ પ્રાઇવેટ મેડીકલ એસોસિયેશન પ્રમુખ ડો.જી.કે.ચૌહાણે સરકારના તમામ કાર્યક્રમો માં સાણંદ તાલુકાના ડોક્ટરો સંપૂર્ણ સાથ સહકાર આપશે તેવી ખાત્રી આપેલ હતી. અધિક નિયામક ડો. સતીષ મકવાણા એ સરકારના ચાલતા કાર્યક્રમો માં સાણંદ ના પ્રાઇવેટ ડોક્ટરોનો ખરેખર ખુબજ સારો સહકાર મળે છે તેમ જણાવેલ અને આગળ પણ મળી રહે તેવો અનુરોધ કરવામાં આવેલ હતો. આ વર્કશોપ માં મોટી સંખ્યામાં સાણંદના પ્રાઇવેટ ડોક્ટરો હાજર રહ્યા હતા તેમ તાલુકા હેલ્થ ઓફિસ સાણંદની અખબારી યાદીમા જણાવ્યું હતું.

(1:12 pm IST)