ગુજરાત
News of Tuesday, 2nd March 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીનાં દ્રાક્ષોત્સવના માંડવામાં અલૌકિક દર્શન...

દ્રાક્ષની સિઝન ચાલી રહી છે. બજારમાં દ્રાક્ષે સામ્રાજ્ય સ્થાપ્યું છે. બજારમાં આમ તો બે પ્રકારની દ્રાક્ષ મળે છે. આછાં લીલા રંગની અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષનું સેવન ઘણા લોકો કરતા હોય છે. જેમાંથી મળતી કેલરી, ફાઇબર અને વિટામિન c અને વિટામિન E શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. તો આયુર્વેદમાં પણ દ્રાક્ષના સેવનને ખજાનો માનવામાં આવે છે. હાલમાં જ થયેલી એક શોધમાં સામે આવ્યું છે કે જો તમે અવસાદથી બચવા માગો છો તો દ્રાક્ષ જરૂરથી ખાઓ. દ્રાક્ષ ખાવાથી મનોવિકાર ઓછો થાય છે. તો સંશોધનકર્તાનું પણ કહેવું છે કે જો ભોજનમાં દ્રાક્ષને સામેલ કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.

બીજી તરફ દ્રાક્ષ નથી ખાતા એવા લોકોને હતાશા અને નિરાશા જેવા વિકારને લઈને ચિકિત્સક પાસે જવું પડે છે. ઓનલાઈન નેચર કમ્યુનિકેશનમાં પ્રકાશિત એક શોધમાં જણાવવામાં આવ્યું છે કે ભોજનમાં દ્રાક્ષ લેવાથી તેમાં રહેલા નૈસર્ગિક તત્વોના કારણે હતાશા જેવા મનોવિકાર ઓછા થાય છે.

આ ઉપરાંત શોધકર્તાનું એવું પણ કહેવું છે કે દ્રાક્ષથી તૈયાર બાયોએક્ટિવ ડાયટરી પોલીફિનોલ તણાવ પ્રેરિત નિરાશાની સ્થિતિથી માણસને બહાર કાઢવામાં મદદગાર અને આ રોગના ઇલાજમાં પ્રભાવી બની શકે છે. આ શોધમાં તેનો પ્રયોગ એક ઉંદર પર કરવામાં આવ્યો અને જેનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું. સ્વાભાવિક છે કે ભોજનમાં જે પોષકતત્વો આપણા શરીરને મળે છે. તે રોગ પર રોક લગાવવામાં કારગર સાબિત થાય છે. અસ્વાદથી બચવા માટે તેમજ લોહીની માત્રા વધારવા માટે દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે.

 

માઇગ્રેનમાં ફાયદાકારક,બ્લડપ્રેશર નિયંત્રિત કરે,

હૃદયની બીમારીથી બચાવ, કબજિયાતમાં મળે આરામ, લોહીની કમી દૂર કરે,

આમ દ્રાક્ષમાં ગ્લુકોઝ, મૅગ્નેશિયમ અને સાઇટ્રિક એસિડ જેવા પોષક તત્વો રહેલા છે અને તેથી જ ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે દ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે. ટીબી, કેન્સર અને બ્લડ ઇન્ફૅક્શન જેવી બીમારીઓમાં પણ તે મુખ્ય રૂપથી ફાયદાકારક નીવડે છે.

ઉપરોક્ત અનેકવિધ ગુણો ધરાવતી લીલી-કાળી દ્રાક્ષનો મનોરમ્ય માંડવો બનાવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીએ દ્રાક્ષોત્સવના માંડવામાં અલૌકિક દર્શન દાન આપ્યાં. સૌ આજનાં અલૌકિક દર્શન ઓનલાઇન કરી અભિભૂત થઇ ગયા હતા. દ્રાક્ષોત્સવ પર્વે અલૌકિક દર્શન દાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ ઉતારી હતી.c

(11:52 am IST)