ગુજરાત
News of Tuesday, 2nd March 2021

રાજપીપળા નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયત,પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપળા નગર પાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણી ઓમાં થયેલા મતદાનની ગણતરી તા.૨ જી માર્ચને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.
જેમાં રાજપીપલા નગરપાલિકાના મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે,ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી ખાતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાશે.

(11:22 pm IST)