ગુજરાત
News of Thursday, 2nd February 2023

વડોદરાના મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “સમૂહલગ્ન સમારોહ” અને “પસંદગી મેળા"માં "અંગદાન" વિશે જાગૃતિનું આયોજન

વડોદરા:આગામી તા. ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ‘મોચી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા’ દ્વારા સમાજના દીકરા-દીકરીઓ માટે ‘સમૂહલગ્ન સમારોહ’ અને ‘પસંદગી મેળા’માં બ્લડ ડોનેશન કેમ્પનું સમા-સાવલી રોડ સ્થિત અલંકાર ફાર્મ, રુદ્રાક્ષ ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં આશરે પાંચ હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે.

  લગ્નમાં ભાગ લેનાર દંપતીઓને કન્યાદાનમાં આશરે ૨૦૦ થી પણ વધારે વસ્તુઓ આપવામાં આવશે. કન્યાદાનમાં વાહન ચલાવતી વખતે સલામતીને ધ્યાનમાં રાખીને ‘હેલ્મેટ’ પણ આપવામાં આવશે. જે દીકરીના પિતા હયાત ના હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તે દીકરીના લગ્ન આ સંસ્થા દ્વારા નિ:શુલ્ક કરી આપવામાં આવશે.

     આ જ દિવસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત કાર્યક્રમોમાં અંગદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાય તે અંગેના કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

(11:55 pm IST)