ગુજરાત
News of Tuesday, 2nd February 2021

ડેડીયાપાડાના ખાબજી ગામેથી રૂ.12,140 ના જુગાર સાથે સાત જુગરિયાઓને ઝડપી લેતી પોલીસ : ચાર ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડાના ખાબજી ગામેથી પોલોસે રેડ દરમિયાન રોકડ સહિતના મુદામાલ સાથે સાત જુગરિયાઓને ઝડપી લીધા છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તરફથી પ્રોહીબીશન / જુગારના કેસો શોધી કાઢવા સૂચનાઓ મળેલ હોય જે આધારે ના.પો.અધિ. રાજેશ પરમાર માર્ગદર્શન મુજબ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પો.સ.ઇ.એ.આર.ડામોર ના સૂપરવિઝન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ખાબજી ગામે દમણીયા ફળીયામાં ટેકરા ઉપર લાઇટના અજવાળામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જેથી તેમને કોર્ડન કરી રેઇડ કરતા સ્થળ ત્યાંથી( ૧ ) જયેશ ભાઇ રતીલાલભાઇ વસાવા ( ૨ ) નિતીનભાઇ નરપત ભાઇ વસાવા ( ૩ ) રવિન્દ્રભાઇ ગંભીરભાઇ વસાવા ( ૪ )રાયસીંગભાઇ બેડીયાભાઇ વસાવા ( ૫ ) કાંતીલાલ ભાઇ અમરસીંગભાઇ વસાવા ( ૬ ) વિક્રમભાઇ બચુભાઇ વસાવા તમામ રહે.રહે. ખાબજી તા.દેડીયાપાડા તથા( ૭ )મનોજભાઇ સોમાભાઇ વસાવા (રહે.નાના મંડાળા તા.દેડીયાપાડા )ની અંગ ઝડતીના રોકડા રૂ .૧૧,૩૯૦  તથા દાવ ઉપરના રોકડા રૂ .૭૫૦ / - તથા મોબાઇલ નંગ -૫ ની કિં.રૂ .૭૦૦૦ મળી કુલ કિં.રૂ .૧૯,૧૪૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન ઝડપાઇ ગયા હતા તેમજ ( ૧ ) પ્રતાપભાઇ વેસ્તાભાઇ વસાવા ( ૨ ) બીપીનભાઇ નગીનભાઇ વસાવા ( ૩ ) સંજયભાઇ ચંદુભાઇ વસાવા ( ૪ ) પરીયોભાઇ રામેશ્વરભાઇ વસાવા ચારેય (રહે. ખાબજી ) પોલીસ રેઇડ દરમ્યાન નાસી જતા આ તમામ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:10 am IST)