ગુજરાત
News of Thursday, 1st December 2022

ઘનઘોર જંગલમાં આવેલા બાણેજમાં એકમાત્ર મતદાર માટે બુથ ઉભુ કરાયું :સંત હરિદાસ બાપુએ મત આપ્યો

બાણેજ બુથ રાજ્યમાં સૌપ્રથમ 100% મતદાન પૂર્ણ કરનાર બુથ બન્યું

અમદાવાદ : રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠક પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવાર મેદાને છે. તેમને જિતાડવા, હરાવવા માટે 19 જિલ્લાના 2 કરોડ 13 લાખ મતદાર મતદાન કરશે. આજે મતદાન કરવા માટે મતદારોની લાઇનો સવારથી લાગી છે. તો વળી ક્યાંક ઉમેદવાર સાયકલ લઇને પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં એક એવુ બુથ છે કે જ્યાં રાજ્યમાં સૌ પ્રથમ 100% મતદાન પૂર્ણ થયુ છે.

આજે સવારથી શરૂ થયેલા અત્યાર સુધીમાં મતદાનમાં ક્યાંક 5 ટકા તો વળી ક્યાંક ઓછુ મતદાન નોંધાયુ છે. જ્યારે હાલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગીર સોમનાથમાં એક એવુ બુથ છે કે જ્યાં સૌ પહેલા જ સો ટકા મતદાન થઇ ચૂક્યુ છે. ગીર સોમનાથમાં વનવોટર બૂથ પર સંત હરિદાસ બાપુએ મત આપ્યો છે. ભારત દેશની અંદર આ એકમાત્ર એવું બૂથ જ્યાં એક વ્યક્તિ માટે બૂથ ઉભું કરાયું છે. આ બાણેજ બુથ રાજ્યમાં સૌપ્રથમ 100% મતદાન પૂર્ણ કરનાર બુથ બન્યું છે.

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાળા ગીરથી 25 કિમિ દૂર ઘનઘોર જંગલમાં આવેલા બાણેજ ગીર. જ્યાના મહંત જગ વિખ્યાત બન્યા છે. આ બાણેજ ગીરના મહંત હરિદાસ બાપુ છે. જે ને અહીં નાગરિત્વ આપવામાં આવ્યું છે. હરિદાસ બાપુ બાણેજ બુથના એક માત્ર મતદાતા છે જે માટે ચૂંટણીપંચ તેમના મત માટે 8 નોડલ ઓફિશર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું. પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે.

(10:38 pm IST)