ગુજરાત
News of Tuesday, 1st December 2020

પાલનપુર-આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત:રાજ્યમાં અલગ -અલગ ત્રણ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા

મલાણાણ પાટિયા પાસે ફોર્ચુનર કાર ડિવાયડર કુદીને સામે આવતી એસન્ટ કાર સાથે અથડાઇ

પાલનપુર-આબુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં  મલાણાના પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતી ફોર્ચુનર કાર ડિવાયડર કુદીને સામે આવતી એસન્ટ કાર સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એસન્ટ કારમાં સવાર 3 યુવકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા.

 ગેરેજમાં કામ કરતા ત્રણ ચૌહાણ પરિવારના યુવકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકત્રિત થયા છે.

જામનગર-દ્વારકા હાઇવે પર ધ્રેવાડ તાલુકામાં ડમ્પર અને અલ્ટો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરે કારને ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કુલ 4 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. મળતી માહિતી અનુસાર 3 પુરૂષના ઘટનાસ્થળે અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આજે બોડેલીના ગોવિંદપુરા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો

(12:03 am IST)