ગુજરાત
News of Tuesday, 1st December 2020

સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત રાજપીપળા નગર પાલિકા દ્વારા શહેરની દીવાલો પર ભીત ચિત્રો દોરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા સમગ્ર ગુજરાતની સાથે સાથે રાજપીપળા શહેરમાં પણ સ્વચતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભીંત ચિત્રો દોરવાની શરૂઆત કરવામાં આવી જેમાં રાજપીપળાની પાયગા પોલીસ લાઈન બહારની દિવાલ સહિત અનેક જાહેર જગ્યાઓ પર આ ચિત્રો પાડવામાં આવ્યા છે કચરો કચરાપેટીમાં નાંખો જેવા સ્વચ્છતાને લગતા સ્લોગનો સાથે ચિત્રો પાડવામાં આવ્યા છે.

(10:50 pm IST)