ગુજરાત
News of Tuesday, 1st December 2020

પરપ્રાંતિય સમાજોમાં રાત્રે લગ્નનો રિવાજ હોવાથી મુશ્કેલી : લગ્ન માટે છૂટ આપવા અપાયું આવેદન

માંગલિક પ્રસંગ હમેશાં રાત્રી સમયે થાય છે.: તારીખ પર મહીનાઓ અગાઉ લેવાઈ છે : અમદાવાદ પોલીસ કમિશ્નરને આવેદન આપ્યું

અમદાવાદ: રાત્રી કર્ફ્યુમાં લગ્નની છુટછાટ આપવા પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા દ્વારા પોલીસ કમિશનર લેખિત રજૂઆત કરવામાં આવી છે, અને આવેદન પત્ર પણ કમિશનર પાઠવામા આવ્યું છે કે પર પ્રાંતીય સમાજના લોકોને રાત્રી કર્ફ્યુમાં લગ્નની છુટછાટ આપવામા આવે. કારણ કે પર પ્રાંતીય સમાજમાં રાત્રી દરમિયાન જ લગ્ન થતા હોય છે .
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિત ઉત્તર ભારતમાં રાત્રી લગ્નનો રિવાજ છે. અગાઉથી નિર્ધારીત કરેલા લગ્નપ્રસંગમાં રાત્રી મુર્હતમા લગ્નની વિધીને લઈ અસમંજસની પરિસ્થીતિ છે. રાત્રીના લગ્નપ્રસંગમા પરીવારના મર્યાદિત લોકો સાથે માંગલીક ફેરા ફરી નિર્ધારીત મુર્હત મુજબ લગ્નવિધી સંપન્ન કરવાની મજૂરી આપવા રજૂઆત કરાઇ છે.
કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ મિડીયા માહિતી આપતા કહ્યું હતુ કે, હિન્દી ભાષી અને પર પ્રાંતીય લોકોના પ્રતિનિધિ તરીકે પોલીસ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે હિન્દી ભાષી સમાજ અને પર પ્રાંતીય સમાજના અનેક રિવાજ એવા છે કે માંગલિક પ્રસંગ હમેશાં રાત્રી સમયે થાય છે. લગ્ન પ્રસંગની તારીખે પણ મહિનાઓ પહેલા લઇ લેવામા આવી હોય છે.

(8:21 pm IST)