ગુજરાત
News of Tuesday, 1st December 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1547 દર્દીઓ રિકવર થયા : નવા 1477 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત : મૃત્યુઆંક 4004 થયો : કુલ 1,92,368 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,11,257 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 332 કેસ, સુરતમાં 264 કેસ, વડોદરામાં 181 કેસ, રાજકોટમાં 160 કેસ, મહેસાણામાં 67 કેસ, ગાંધીનગરમાં 64 કેસ, ખેડામાં 48 કેસ, જામનગરમાં 36 કેસ, બનાસકાંઠામાં 29 કેસ, અમરેલીમાં 28 કેસ, કચ્છમાં 23 કેસ, જૂનાગઢમાં 22 કેસ, મહીસાગર, પંચમહાલ અને મોરબીમાં 21-21 કેસ નોંધાયા : રાજયમાં હાલ 14,885 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1477 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1547 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1477 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1547 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2, 11,257 થઇ છે જયારે આજે વધુ 1547 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 15 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4004 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,06 થયો છે

  રાજ્યમાં હાલ 14,885 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેન્ટિલેટર પર જ્યારે 14,804 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 68,852 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 78, 94,467 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 2,  અમરેલીમાં 1,પાટણમાં 1,અને વડોદરામાં 1 મળીને કુલ 15 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા 1477 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 332  કેસ, સુરતમાં 264 કેસ,વડોદરામાં 181 કેસ,રાજકોટમાં 160 કેસ,મહેસાણામાં 67 કેસ, ગાંધીનગરમાં 64 કેસ ખેડામાં 48 કેસ,જામનગરમાં 36 કેસ,બનાસકાંઠામાં 29 કેસ,અમરેલીમાં 28 કેસ,કચ્છમાં 23 કેસ, જૂનાગઢમાં 22 કેસ, મહીસાગર , પંચમહાલ અને મોરબીમાં 21-21 કેસ, નોંધાયા છે

(7:49 pm IST)