ગુજરાત
News of Tuesday, 1st December 2020

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 22 વર્ષીય યુવાન ગરમ પાણીના હોજમાં પડી જતા ગંભીર ઇજાથી મૃત્યુ

સુરત:સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જીઆઈડીસીમાં રામેશ્વર કોલોનીમાં રહેતો ૨૨ વર્ષીય વિક્રાંત શિવપાલસિંગ ગૌતમ સોમવારે રાત્રે સચિન GIDCમાં આવેલી મિલમાં લાકડાના પાટિયા પર બેસીને ભોજન કરતા હતા.

તે સમયે અચાનક પાટીયુ તૂટી જતા તે ગરમ પાણીના હોજમાં પડ્યો હતો જેથી તે ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું તેને સંતાનમાં એક પુત્રી છે તે મિલમાં કામ કરતો હતો આ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)