વડોદરા નજીક ડેસર તાલુકામાં 17 વર્ષીય સગીરાને ભગાડી ગર્ભવતી બનાવનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો
વડોદરા: શહેર નજીક ૧૭ વર્ષની સગીરાને ભગાડી ગયા બાદ માતા બનાવનાર ડેસર તાલુકાના યુવાનને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગેની વિગત એવી છે કે ડેસર તાલુકાની એક યુવતી એપ્રિલ માસમાં ગુમ થઇ ગઇ હતી. યુવતીની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ડેસરમાં પાછલા ફળિયામાં રહેતો કાળ ુઉર્ફે મયુદ્દીન સલીમ ઉર્ફે પ્રતાપસીગ રાઉલ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે. આ અંગે ઓગસ્ટ માસમાં ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ યુવાન અને યુવતીને શોધતી હતી અને આજે બંને સાવલી નજીક આવેલા ગોઠડા ગામના ત્રણ રસ્તા પાસેથી ઝડપાઇ ગયા હતાં. પોલીસે કાળુ ઉર્ફે સલીમની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને અમદાવાદમાં રહી કામ કરતા હતા અને ૧૫ દિવસ પહેલાં જ જેને ભગાડીને લઇ ગયો હતો તે યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો છે. પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડેલા કાળુ ઉર્ફે મયુદ્દીનને ડેસર પોલીસના હવાલે કરી દીધો હતો.