ગુજરાત
News of Tuesday, 1st December 2020

અરવલ્લી જિલ્લા ભાજપની ટીમમાં 7 મહિલાઓને જવાબદારી સોંપાઈ

જિલ્લા કારોબારીમાં ૮ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, ૮ મંત્રી અને એક કોષાધ્યક્ષ પદ માટે નિયુક્તી

મોડાસા:દિવાળી પર્વ પહેલાં જિલ્લા પ્રમુખની નિમણૂક કરાયા બાદ જિલ્લા કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે રાજેન્દ્ર પટેલની નિમણૂક બાદ જિલ્લાના તમામ તાલુકા અને સમાજને સાથે રાખવાનો પ્રયત્ન સાથે ૭ મહિલાઓને વિશિષ્ઠ જવાબદારી સુપ્રત કરી છે. જિલ્લા કારોબારીમાં ૮ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, ૮ મંત્રી અને એક કોષાધ્યક્ષ પદ માટે નિયુક્તી કરવામાં આવી છે.

ભાજપ પ્રદેશ મોવળી મંડળે જિલ્લા સંગઠનમાં નવા હોદ્દેદારોની નિયુક્તિ કરી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે પટેલ શામળભાઇ મુલચંદભાઇ (જીતપુર-મોડાસા), મોડાસા નગર પાલિકાના પૂર્વ મેયર વનીતાબેન રાજાભાઇ પટેલ, સોલંકી ભુપતસિંહ ઉદેસિંહ, (બાયડ), ઝાલા કેસરીસિંહ છબસિંહ (બોડી,મોડાસા), નિનામા રાજુભાઈ લાલજીભાઇ (ભિલોડા), લાલસિંહ હિંમતસિંહ ચૌહાણ(મલાસા, ભિલોડા), શાહ ચંદ્રીકાબેન દિપકકુમાર (વાત્રક-બાયડ) અને દીપકભાઈ રમણભાઈ પટેલ (લક્ષ્‍મીપુરા-બાયડ)નો સમાવેશ થાય છે. મહામંત્રી તરીકે ભીખાજી દુધાજી ડામોર-ઠાકોર (હીરાટીંબા-મેઘરજ), મહામંત્રી હસમુખભાઈ રામાભાઈ પટેલ (પાદર-માલપુર) અને મોડાસા પાલિકા પૂર્વ પ્રમુખ મહામંત્રી શૈલેષભાઇ કોદરભાઇ ભોઈનો સમાવેશ થાય છે.

જ્યારે મંત્રીઓમાં રાઠોડ મુકેશસિંહ હમીરસિંહ, પરમાર કમળાબેન દિનેશભાઇ, પટેલ સંગીતાબેન કમલેશભાઇ, કલાસવા મમતાબેન પ્રદિપભાઇ, ખાંટ ઇન્દિરાબેન સાયબાભાઈ, જોષી શ્રદ્ધાબેન દુર્ગાશંકર, પરમાર રુમાલસિંહ મોહનસિંહ, પંચાલ મણીભાઇ રેવાભાઇ પટેલનો સમાવેશ થાય છે જ્યારે ખજાનચી તરીકે નિશાંત કુમાર કનુભાઇ પટેલની નિયુક્ત કરવામાં આવી હતી.

(12:13 pm IST)