વલસાડ એલસીબીએ રૂ. 47,200 ના દારૂ સાથે કાર પકડી
દમણિયા બુટલેગરોને ડામવા વલસાડ DSP રાજદીપસિંહ ઝાલાની સુચના મુજબ પીઆઇ ડી. ટી. ગામીતની આગેવાનીમાં એએસઆઈ રૂપસિંગ નંદરિયા, હરદેવસિંહ રણજીતસિંહ, રિતેશ ચીમનભાઈ, સ્વપ્નિલ હેમંતભાઈ અને મહેન્દ્ર જીલુભાએ દમણથી દારૂ લઈ આવતી સ્વીફ્ટ કાર પકડી પાડી.
(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :દમણથી આવતા દારૂની હેરાફેરી રોકવા માટે વલસાડ પોલીસ સજ્જ બની છે વલસાડ ડીએસપીના બૂટલેગરો સામેના કડક રૂખના પગલે એલસીબીએ દારૂ ભરી આવતી વધુ એક સ્વીફ્ટ કાર પકડી પાડી છે.સાથે સ્વીફ્ટમાં સવાર 2 ને પોલીસે પકડી પડ્યા છે.
દમણિયા બુટલેગરોને ડામવા વલસાડ DSP રાજદીપસિંહ ઝાલાની સુચના મુજબ પીઆઇ ડી. ટી. ગામીતની આગેવાનીમાં એએસઆઈ રૂપસિંગ નંદરિયા, હરદેવસિંહ રણજીતસિંહ, રિતેશ ચીમનભાઈ, સ્વપ્નિલ હેમંતભાઈ અને મહેન્દ્ર જીલુભાએ હાઇવે પર ધમડાચી પીરૂ ફળિયા પાસે નાકાબંધી હાથ ધરી હતી એ દરમિયાન ત્યાંથી પસાર થતી એક નંબર GJ 06 HD 5135 ને અટકાવી તેની જડતી લેતા તેમાંથી દારૂની 59 બોટલો કી. રૂ. 47,200 ની મળી આવી હતી. જેના પગલે પોલીસે કારમાં સવાર ગીર સોમનાથના રાજેશ વિનોદ બાલદા અને અમરેલીના સૂર્યદીપ ભરત વિરેડિયાની ધરપકડ કરી તેમની સામે દારૂની હેરાફેરીનો ગુનો દાખલ કર્યો હતો.