ગુજરાત
News of Tuesday, 1st December 2020

અમદાવાદમાં કોરોના બેકાબુ : 20 હજારથી વધુ લોકો માઇક્રો ક્ધટેઈનમેન્ટ ઝોનમાં કેદ

માઈક્રો ક્ધટેઇનમેન્ટ વિસ્તાર 300 ની ઉપર પહોંચી ગયા

અમદાવાદ શહેરમાં કોરોના બેફામ બન્યો છે શહેરના અનેક વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ માઇક્રો ક્ધટાઈનમેન્ટ ઝોનમાં સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ, શહેરના 20 હજાર કરતાં વધારે નગરજનો માઇક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં કેદ છે. મહાપાલિકાની માઈક્રો ક્ધટાઇનમેન્ટની નવી યાદી મોડી રાત્રે જાહેર કરાઈ છે.

 શહેરમાં માઇક્રો ક્ધટાઇનમેન્ટ વિસ્તારમાં ફરી તોતિંગ વધારો થયો છે. માઈક્રો ક્ધટેઇનમેન્ટ વિસ્તાર 300 ની ઉપર પહોંચી ગયા છે. શહેરમાં 8 વિસ્તાર માઈક્રો ક્ધટાઇનમેન્ટની યાદીમાં મૂકાયા છે. તો અગાઉના 4 વિસ્તાર રદ્દ કરાયા છે. શહેરમાં માઈક્રો ક્ધટાઇનમેન્ટ વિસ્તારોની સંખ્યા 303 પર પહોંચી ગઈ છે.

 બીજી તરફ, શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામેમ્હાપલીકાનીની કાર્યવાહી યથાવત છે. માસ્ક વગર ફરતા લોકો પાસેથી 3.03 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માસ્ક વગર ફરતા 69 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 9 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.

કોરોના કેસ પર ચાંદખેડાના કોંગ્રેસી કોર્પોરેટરે એએમસી તંત્ર પર કોરોનાના કેસના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાનો આરોપ કર્યો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીયાના અનુસાર, ચાંદખેડામાં આવેલ શ્યામ બંગલોમાં માઈક્રો ક્ધટાઇનમેન્ટ મામલે આરોપ છે. અહીં એએમસી ચોપડે માત્ર 12 કેસ નોંધાયા છે. જ્યારે હકીકતમાં આ બંગલોમાં 34 કેસ હોવાનો તેમનો દાવો છે.

(11:55 am IST)