ગુજરાત
News of Tuesday, 1st December 2020

લોકડાઉનથી અત્યાર સુધીમાં ૭ હજારને ચેપ

ગુજરાતની બેંકોના એક હજાર કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

૧૨ કર્મચારીઓ કોરોનાને લીધે મૃત્યુ પામ્યા

અમદાવાદ,તા.૧ : કોરોનાનો સેકન્ડ વેવ વધુ ઘાતક બની રહ્યો છે. કોરોનાના આ બીજા રાઉન્ડમાં ગુજરાતમાં એક હજાર બેંક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, આ દાવો મહા ગુજરાત બેંક એમ્પ્લોયી યુનિયને કર્યો છે. બેંકના યુનિયને દાવો કર્યો છે કે, લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં પાંચથી ૭ હજાર બેંક કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂકયા છે.

જે પૈકી ૧ ર જેટલા કર્મચારીઓનાં મોત થયાં છે. બેંક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરૂ પાડવું જોઈએ અને તેમને પણ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા જોઈએ તેવી માગણી બેંકના યુનિયને કરી છે.

કોરોનાના બીજા રાઉન્ડમાં રાજયની બેંકો પણ હોટ સ્પોટ બની રહી છે. સરકારી અને ખાનગી બેંકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

બીજા તબક્કામાં આશરે એક હજાર બેંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજયમાં સરકારી અને ખાનગી મળીને કુલ ૧૫ હજાર જેટલી બેંક શાખાઓ આવેલી છે. એવો પણ દાવો કરાયો છે કે, અત્યાર સુધીમાં ૧૨ જેટલા બેંક કર્મચારીઓના કોરોનાને લીધે મોત થયાં છે.

યુનિયને માગણ્ધી કરી છે કે, મોટા ભાગની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તો ચોક્કસ પણે કોરોના સંક્રમણ ઘટાડી શકાય છે, આ મામલે સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીમાં રજૂઆત કરવામાં આવશે.

(11:47 am IST)