ગુજરાત
News of Tuesday, 1st December 2020

દેડીયાપાડા તાલુકાનાં શીશા ગામ સહિત આદિવાસી પૂર્વ પટ્ટીનાં લોકો આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે

અનેક વખત તંત્ર ને જાણ કર્યા બાદ પણ રસ્તા,પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી જેવી પાયાની સુવિધાઓ મળી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડાથી ૪૦ કિ.મી. દૂર સામોટ ગામની ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ દેડિયાપાડા તાલુકાના શીશા ગામનાં ઉખલા ફળિયાનાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેને લઇને ગ્રામજનો દ્વારા અનેક વાર પંચાયત અને જવાબદાર વિભાગને રજૂઆત કરવા છતાં સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો,

 અહીંના લોકો આજે પણ છે પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે.દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના ડુંગરોમાં વસતાં અસંખ્ય આદિવાસી ગામડાંઓ ‌છે,જેને એકવીસમી સદીમાં પણ પાયાની સુવિધાઓ જેમકે રસ્તાઓ,પાણી, વિજળી, મોબાઈલ કનેક્ટીવીટી મળતી નથી, રોજગારી મળતી નથી, શિક્ષિત યુવાનો બેકાર છે, આદિવાસીઓ ગરીબ છે  લાચાર છે, આ આદિવાસી પૂર્વ પટ્ટીનાં લોકો આજે પણ વિકાસની રાહ જોઈ બેઠાં છે. આ બાબતે સ્થાનિક તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે

(11:05 pm IST)